જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
અણખૂટ ધારા (સત્ય ઘટનાત્મક નવલકથા)
નવલકથાઓ

અણખૂટ ધારા (સત્ય ઘટનાત્મક નવલકથા)

 હિંદી પ્રજાને જ્યારથી પોતાની પરાધીનતાનું એકસામટું ભાન થયું ત્યારથી, ઈ. સ. 1857થી આઝાદીનાં લડવૈયાઓએ સમર્પણની ધારાઓ વહેતી મૂકી હતી. બંગભંગનાં સ્વદેશી વ્રતધારીઓએ, અગ્રગણ્ય ક્રાંતિવીરોએ અને સેંકડો શહીદોએ ભારતની આઝાદી માટે જાન કુરબાન કર્યા હતાં. આ નવલકથા ઈ. સ. 1942ની લોકક્રાંતિન...

સાહિત્યપ્રકારનવલકથાઓ
પૃષ્ઠ-
કિંમતઅમૂલ્ય

પુસ્તક વિશે

 હિંદી પ્રજાને જ્યારથી પોતાની પરાધીનતાનું એકસામટું ભાન થયું ત્યારથી, ઈ. સ. 1857થી આઝાદીનાં લડવૈયાઓએ સમર્પણની ધારાઓ વહેતી મૂકી હતી. બંગભંગનાં સ્વદેશી વ્રતધારીઓએ, અગ્રગણ્ય ક્રાંતિવીરોએ અને સેંકડો શહીદોએ ભારતની આઝાદી માટે જાન કુરબાન કર્યા હતાં. આ નવલકથા ઈ. સ. 1942ની લોકક્રાંતિની અભૂતપૂર્વ પ્રાણસમર્પણની ગૌરવગાથા છે. સમયના દેખીતા ટૂંકા ગાળાની, છતાં અસીમ એવી દુર્દમ્ય ભાવનાની અને અતાગ એવાં ત્યાગની આ કથા છે. ‘અણખૂટ ધારા’ની કથા પ્રજાની પામરતાં કરતાં વિશેષ પરાક્રમની છે. અમર અને પ્રેરણાદાયી વારસાની છે. તેનું વસ્તુ એક પ્રાંત કે પ્રદેશ પૂરતું મર્યાદિત ન હોતાં દેશસમસ્તનાં આંદોલનોનાં ફલસ્વરૂપ છે. આ પુસ્તક લખાયું ઈ. સ. 1942થી ઈ. સ. 1945નાં ભૂગર્ભવાસ દરમિયાન. એક રીતે આ નવલકથા છે, પણ તેમાં ઈ. સ. 1942ની ક્રાંતિનો સ્વાનુભવ આલેખાયો છે. જયમલ્લભાઈએ લખ્યું છે તેમ : ‘‘તે દિવસે નવલકથા લખતા ન હતા, પણ નવલકથા જીવતા હતા.’’

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

અણખૂટ ધારા (સત્ય ઘટનાત્મક નવલકથા)

અણખૂટ ધારા (સત્ય ઘટનાત્મક નવલકથા)

અણખૂટ ધારા (સત્ય ઘટનાત્મક નવલકથા)

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech