જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ધરતીની સોડમ (લોકવાર્તા સંગ્રહ)
લોકવાર્તા સંગ્રહો

ધરતીની સોડમ (લોકવાર્તા સંગ્રહ)

આપણી લોકકથાઓનાં આ પુસ્તકમાં પહેલો વિભાગ ‘ચાતુરીની વાતો’નો છે. તેમાં હિંદનાં જુદાં-જુદાં પ્રાંતોની ચોરકથાઓ તેમજ અક્કલ-હોશિયારીની અન્ય કથાઓ સંઘરવામાં આવી છે. ચોરી જેવાં હીન વ્યવસાયનો પ્રચાર કરવા આ વાર્તાઓ લખાઈ નથી. એનો ઉદ્દેશ તો લોકસાહિત્યની એક વિશિષ્ટતા-ચાતુરીની કળા બત...

સાહિત્યપ્રકારલોકવાર્તા સંગ્રહો
પૃષ્ઠ347
કિંમતકિંમત રૂ. 69

પુસ્તક વિશે

આપણી લોકકથાઓનાં આ પુસ્તકમાં પહેલો વિભાગ ‘ચાતુરીની વાતો’નો છે. તેમાં હિંદનાં જુદાં-જુદાં પ્રાંતોની ચોરકથાઓ તેમજ અક્કલ-હોશિયારીની અન્ય કથાઓ સંઘરવામાં આવી છે. ચોરી જેવાં હીન વ્યવસાયનો પ્રચાર કરવા આ વાર્તાઓ લખાઈ નથી. એનો ઉદ્દેશ તો લોકસાહિત્યની એક વિશિષ્ટતા-ચાતુરીની કળા બતાવવા પૂરતો જ છે. આ વાર્તાના - ચોરો ચોરી કરવા નીકળે છે ખરા, પણ એમાં તેઓ કેવી ચાતુરી વાપરે છે તેની રજૂઆત છે. આ ચાતુરી લોકો પર વપરાય છે, તે કરતાં વિશેષ તો ચોર બીજા ચોરની સામે વાપરતાં આવે છે.

એકની ચાતુરી બીજા તોડે છે, તો બીજાની ચાતુરી પહેલો કાપે છે અને ચાતુરીને પરાકાષ્ઠા તરફ પહોંચાડતાં જાય છે. ચાતુરીની વાતો લોકકથાશાસ્ત્રનો એક મહત્વનો વિભાગ ગણાય છે. તેની શાસ્ત્રીય છણાવટ પણ થઈ છે. ચાતુરીની વાતો લોકોને ગમે તે જ આ કથાઓ પાછળનો મૂળભૂત હેતુ છે.

પુસ્તકનો બીજો વિભાગ ‘રાજસ્થાનની વાતો’નો છે. રાજસ્થાનની સાત લોકવાર્તાઓ અહીં પ્રસિદ્ધ થઈ છે. તેમાં ‘મોતી પદમણી’, ‘જગદેવ પરમાર’, ‘જુધ્ધે કેતા જગમાલ !’ વગેરે છે. રાજસ્થાનની ભાતીગળ લોકવાર્તાઓ જે અહીં વાંચવા મળે છે તેમાં સ્થાનિક, ભૌગોલિક અને ઐતિહાસિક સંનિવેશ પણ ગુંથાતો આવ્યો છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech