જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
લોકસાહિત્યની સિંહકથાઓ
સંપાદનો

લોકસાહિત્યની સિંહકથાઓ

સિંહ ઉપરના લેખો કે પુસ્તકો લખવાનું નવી વાત નથી. ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા સાત-આઠ દાયકાથી સિંહ વિષે લખાય છે. છેલ્લા અઢી દાયકામાં સિંહના વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતા અભ્યાસમાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે. ગિરના સિંહ અંગે અંગ્રેજી અને ગુજરાતીમાં કેટલાક સચિત્ર લેખો તથા પુસ્તકો આ સમયગાળામ...

સાહિત્યપ્રકારસંપાદનો
પૃષ્ઠપૃષ્ઠ – 256
કિંમતકિંમત રૂ. 225

પુસ્તક વિશે

સિંહ ઉપરના લેખો કે પુસ્તકો લખવાનું નવી વાત નથી. ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા સાત-આઠ દાયકાથી સિંહ વિષે લખાય છે. છેલ્લા અઢી દાયકામાં સિંહના વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતા અભ્યાસમાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે. ગિરના સિંહ અંગે અંગ્રેજી અને ગુજરાતીમાં કેટલાક સચિત્ર લેખો તથા પુસ્તકો આ સમયગાળામાં પ્રસિધ્ધ થયા છે. ‘વાઈલ્ડ લાઈફ’નું ક્ષેત્ર અભ્યાસ માટે ખૂલ્યું છે. પણ ગુજરાતના સિંહો, તેની સાથે સંકળાયેલી લોકવાર્તાઓ, સિંહ સામે ઝૂઝનાર પરાક્રમી વીરો, મરદ પશુઓ, લોકભાષામાં જ લખાયેલા સિંહ વિષયક અભ્યાસલેખો વગેરે દ્દષ્ટિએ જોઈએ તો આ પ્રકારના પુસ્તકો ગુજરાતી ભાષામાં અલ્પ છે. ‘લોકસાહિત્યની સિંહકથાઓ’ તેમાં મૂલ્યવાન ઉમેરણ છે.

પુસ્તકને ત્રણ વિભાગમાં વહેંચ્યું છે. પહેલો વિભાગ સિંહની લોકવાર્તાઓનો છે. નજરે જોયેલા અથવા નજીકના ભૂતકાળમાં સાંભળેલા પ્રસંગોને અહીં જે તે લેખકોએ વાર્તાદેહ આપ્યો છે. સૌરાષ્ટ્રના લોકજીવન અને સિંહને અલગ તારવી ન શકાય એની ગવાહી આ લોકવાર્તાઓ આપે છે. સિંહની અને તેના જેવા જ મરદ આદમીઓની આટલી સંખ્યામાં વાતો ગુજરાતીમાં આ કદાચ સૌપ્રથમ વાચકોને વાંચવા મળશે. સિંહ વિકરાળ છે, તો ઝિંદાદિલ પણ છે. તેની સાથે રહેતા માનવીઓની દિલ થંભાવતી સત્યઘટનાત્મક કથાઓથી ‘લોકસાહિત્યની સિંહકથાઓ’  પુસ્તક સભર છે. હજી 50 થી 85 વર્ષ પહેલાં સુધીની આ સત્ય ઘટનાઓ બહુ દૂરના ભૂતકાળની વાત નથી અને તેને નજરે જોયેલા લેખકોએ જ શબ્દસ્થ કરી હોય એ પુસ્તકનું બહુ મહત્વનું પાસું છે.

બીજો વિભાગ સિંહના ગીતો, દુહાઓ અને ગીતકથાઓનો છે. ત્રીજા વિભાગમાં સિંહ વિષયક છ અભ્યાસલેખો સમાવાયા છે. સિંહ અને માનવીની વીરતા, ધીરતા, ઊર્મિલતા અને સૂઝબૂઝ આ પુસ્તકમાં વાંચવા મળે છે. આ પુસ્તક સાથે ‘ઊર્મિનવરચના’ના કુલ 11 વિશેષાંકો પુસ્તકોરૂપે સુલભ બન્યા છે. સિંહ, અશ્વ અને નદી ગુજરાતનું ભૂષણ છે. અશ્વને રાખનારો વર્ગ જેમ વધ્યો છે, તેમ સિંહને તેના અસલી પર્યાવરણમાં જોવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાં જંગલમાં આવે છે. સિંહ જેવા સક્ષમ પ્રાણીનું અને જવાંમર્દ માનવીઓનું લોકોમાંથી મેળવેલું સાહિત્ય ગ્રંથાકારે અહીં સુલભ બન્યું છે.

 

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

લોકસાહિત્યની સિંહકથાઓ

લોકસાહિત્યની સિંહકથાઓ

લોકસાહિત્યની સિંહકથાઓ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech