જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
મનમંદિરની છબીઓ
સંસ્મરણો

મનમંદિરની છબીઓ

જયમલ્લભાઇએ અલગ-અલગ ક્ષેત્રની ૪૧ વ્યક્તિઓ અંગે ‘ઊર્મિનવરચના’  સામયિકોમાં લખેલા લેખો ‘મનમંદિરની છબીઓ’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. લેખોનું સ્વરૂપ અમુક અંશે સંસ્મરણાત્મક હોવાની સાથે તેમાં જે તે કાળનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે. એ રીતે આ લેખોને ઈતિહાસમૂલક સામ...

સાહિત્યપ્રકારસંસ્મરણો
પૃષ્ઠપૃષ્ઠ – 160
કિંમતકિંમત રૂ. 180

પુસ્તક વિશે

જયમલ્લભાઇએ અલગ-અલગ ક્ષેત્રની ૪૧ વ્યક્તિઓ અંગે ‘ઊર્મિનવરચના’  સામયિકોમાં લખેલા લેખો ‘મનમંદિરની છબીઓ’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. લેખોનું સ્વરૂપ અમુક અંશે સંસ્મરણાત્મક હોવાની સાથે તેમાં જે તે કાળનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે. એ રીતે આ લેખોને ઈતિહાસમૂલક સામગ્રી પણ કહી શકાય. સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઈતિહાસની કેટલીક ઓછી જાણીતી વિગતો આ લખાણોમાં વાંચવા મળશે. જયમલ્લભાઇના સંબંઘો કેટલા વ્યાપક હતા તેના આ લેખો પરિચાયક છે. આંદામાનની જેલમાં સજા કાપનાર ક્રાંતિકારી ભાઇ પરમાણંદ, સંતોમાં તુકડોજી મહારાજ, મુખ્યમંત્રીઓમાં બળવંતરાય મહેતા અને ઢેબરભાઇ, રાજપરિવારમાં જામસાહેબ, દિગ્વિજયસિંહજી, કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર), ઉદયભાણસિંહજી (પોરબંદર) ઉપરાંત સંગીતશાસ્ત્રીઓમાં પંડિત આદિત્યરામજી, પંડિત નારાયણ મોરેશ્વર ખરે, ગોસ્વામી દ્વારકેશલાલજી,યહૂદી મેનુહિનનો પરિચય આ પુસ્તકમાં વાંચવા મળે છે.

પુસ્તકની સરળતા અને રસિકતા માટે તેને સોળ વિભાગોમાં વહેંચ્યું છે. પ્રત્યેક લેખમાં જયમલ્લભાઇનો જે-તે વ્યક્તિ સાથેના પરિચયની આગવી છાંટ અને છટા વાંચવા મળે છે. પુસ્તકનો પહેલો લેખ ‘રંગો રહી ગયા, રંગનારા વહી ગયા’ કચ્છના સંત મેકણ દાદાની સાખીઓનો રસાસ્વાદ છે. છેલ્લો લેખ ‘જીવન અને મૃત્યુ’માં સર્જન-વિસર્જનનું તત્વજ્ઞાન જયમલ્લભાઇએ આલેખ્યું છે. તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર લોકસંસ્કૃતિ રહ્યું છે. અલબત્ત, સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રે તેમની કલમ એકઘારી ચાલી છે. પ્રસ્તુત પુસ્તક તેનું ઉદાહરણ છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech