જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
સોમનાથ અને હમીરજી ગોહિલ
ઇતિહાસ

સોમનાથ અને હમીરજી ગોહિલ

જયમલ્લભાઈ ઉપર જે કેટલીક વ્યક્તિઓની ઊંડી છાપ હતી તે પૈકી હમીરજી ગોહિલ એક હતા. હમીરજી ગોહિલ અંગે તેમણે ઇતિહાસને વફાદાર રહીને લખેલા લેખો આ પુસ્તકમાં એક સાથે સુલભ બને છે. લોકવાર્તામાં ઇતિહાસ રહેલો છે, પણ ઇતિહાસ લોકવાર્તા નથી, તેવી જયમલ્લભાઈની સ્પષ્ટ માન્યતા, એટલે તેમનાં લખાણોમાં ઇતિહ...

સાહિત્યપ્રકારઇતિહાસ
પૃષ્ઠપૃષ્ઠ – 80
કિંમતકિંમત રૂ. 67

પુસ્તક વિશે

જયમલ્લભાઈ ઉપર જે કેટલીક વ્યક્તિઓની ઊંડી છાપ હતી તે પૈકી હમીરજી ગોહિલ એક હતા. હમીરજી ગોહિલ અંગે તેમણે ઇતિહાસને વફાદાર રહીને લખેલા લેખો આ પુસ્તકમાં એક સાથે સુલભ બને છે. લોકવાર્તામાં ઇતિહાસ રહેલો છે, પણ ઇતિહાસ લોકવાર્તા નથી, તેવી જયમલ્લભાઈની સ્પષ્ટ માન્યતા, એટલે તેમનાં લખાણોમાં ઇતિહાસને વફાદાર રહેવાની દ્દષ્ટિ આપોઆપ આવી જતી. તેઓ કહેતા કે કોઈ પણ વીર નર અથવા નારીના જીવનની આસપાસ વણાયેલા ચમત્કારો, કલ્પનાઓ તથા બિનતાર્કિક વાતો ગૌણ છે. જરૂર છે પ્રતાપી વ્યક્તિત્વને સમજવાની. એ બાબતને નજર સમક્ષ રાખીને આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે.

હમીરજીએ સોમનાથ માટે પ્રાણ આપ્યા. સોમનાથનો ભૂતકાળ અને હમીરજી અભિન્ન છે, એટલે સોમનાથ જ્યોતિર્લિંગનો લેખ પ્રારંભમાં અહીં મૂક્યો છે. શિવાલયની રચનાનો લેખ અને શંકર ભગવાનની સ્તુતિઓ પણ વાચકોને ગમશે. હમીરજી, વેગડા ભીલા, રાજલ અંગે પુસ્તકમાં પ્રમાણભૂત માહિતી આપવામાં આવી છે. હમીરજીના જીવન તેમજ ઇતિહાસ બારામાં પ્રવર્તતી ગેરસમજો દૂર કરવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આઈ નાગબાઈએ હમીરજી અંગે કહેલા મરશિયા તેના અર્થ સાથે અહીં મૂકવામાં આવ્યા છે, જે પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરે છે.

 

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

સોમનાથ અને હમીરજી ગોહિલ

સોમનાથ અને હમીરજી ગોહિલ

સોમનાથ અને હમીરજી ગોહિલ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech